Pahalgam Attack: પાકિસ્તાન પર ફરી પ્રહાર, PAK સરકારનું X એકાઉન્ટ ભારતમાં બ્લોક થયું
Pakistan Government's X Account Suspended In India: મંગળવારે પહલગામમાં થયેલા આતંકી હુમલાની ગૂંજ પાકિસ્તાન સુધી જોવા મળી રહી છે. હુમલા બાદ પાકિસ્તાન પર એક પછી એક કાર્યવાહી થઈ રહી છે. હવે પાકિસ્તાન સરકારનું એક્સ એકાઉન્ટ ભારતમાં બ્લોક કરાયું છે.
Trending Photos
પહલગામ આતંકી હુમલા બાદ હવે ભારત સરકારના આઈટી મંત્રાલયે એલન મસ્કના એક્સ પ્લેટફોર્મને જણાવ્યું કે ભારતમાં પાકિસ્તાન સરકારના એક્સ એકાઉન્ટને બ્લોક કરવામાં આવે. એક્સે ભારત સરકારની આ રિક્વેસ્ટ પર એક્શન લેતા આ એકાઉન્ટને ભારતમાં બંધ કરી દીધુ છે. તેનો સીધો અર્થ એ છે કે પાકિસ્તાન સરકારનું એક્સ એકાઉન્ટ હવે ભારતમાં જોવા મળશે નહીં.
એક્સ પ્લેટફોર્મ એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. જ્યાં દુનિયાભરના નેતાઓ અને સરકારોના વેરિફાઈડ એકાઉન્ટ હોય છે. આ એકાઉન્ટ દ્વારા તેઓ પોતાના દેશના નિર્ણયો અને અન્ય જાણકારીઓ આપે છે. ભારતમાં આ એકાઉન્ટ બ્લોક થઈ ચૂક્યું છે.
અત્રે જણાવવાનું કે મંગળવારે ભારતના જમ્મુ કાશ્મીરના પહલગામ સ્થિત બેસરન ઘાટીમાં આતંકી હુમલો થયો હતો અને આ હુમલામાં 26થી વધુ પર્યટકોના મોત થયા હતા. આ હુમલા બાદ ભારત સરકારે અનેક આકરા નિર્ણયો લીધા છે. પહલગામ હુમલા બાદ ભારતમાં બુધવારે સાંજે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની મહત્વની બેઠક થઈ હતી. જેમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ કડક નિર્ણયો લેવાયા. જે હેઠળ પાકિસ્તાનની જીવાદોરી સમાન સિંધુ જળ સંધિને હાલ સ્થગિત કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે